મોરબીના નવલખી રોડ પર આવેલા નાની વાવડીના પાટીયાથી લઈને દેરાળા સુધીનો રસ્તો અતિ બિસમાર હાલતમાં છે. વરસાદના કારણે મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને રસ્તા પર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે..તમને જણાવી દઈએ કે નવલખી રોડ ઉપર આવેલા નાની વાવડી ના પાટીયા થી લઈને દેરાળા જતા રસ્તા પર ગોર ખીજડીયા, વનાળીયા, નારણકા, માનસર અને દેરાળા ગામ આવે છે. તેથી આ તમામ ગામના હજારો લોકો આ રસ્તા પરથી દરરોજ અવર જવર કરતાં હોય છે. ત્યારે ભારે બિસ્માર રસ્તાથી આ તમામ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ખાડાઓના કારણે અકસ્માતનો સતત્ત ભય રહે છે. જેથી તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે અથવા રોડ નવો બનાવવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માગ છે.