મોરબીના પાનેલી , લખધીરપુર,, જાબુડિયા ગામેં જીઆઇડીસી બનાવવા માટે થતા બ્લાસ્ટિંગથી ભારે નુકસાન થતું હોવાથી આ બ્લાસ્ટિંગમાં ગ્રામજનોને રાહત મળી છે. પણ અગાઉ કુદરતી વરસાદી પાણીના વહેણ બંધ કરી દેતા ચોમાસામાં ખેતી અને ગામમાં પાણી ઘુસી જવાની ભીતિ છે. આથી બન્ને ગામના સરપંચએ કલેકટર અને મામલતદાર સમક્ષ વરસાદી વહેણને ખોલી નાખવાની રજુઆત કરી છે.
મોરબીના પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલ અને બાજુના લખધીરપુર ગામના સરપચ ચંદ્રિકાબેને આ રજુઆતમાં જણાવ્યું હતું કે, પાનેલી ગામ તેમજ નજીકના જાબુડિયા ગામની જમીનમાં જીઆઇડીસી બનાવવાનું કામ ચાલુ હોય આ જીઆઇડીસી દ્વારા વારંવાર બ્લાસ્ટિંગ કરાતું હોવાથી ગામના તમામ મકાનોમાં મસમોટી તીરાડો પડતા આ મકાનો ખખડી ગયાની રજુઆત પછી ગાંધીનગરથી એક અધિકારીએની ટિમ આ ગામોમાં આવી નવી બનતી જીઆઇડીસીના જમીનની માપણીનો સર્વે કરીને ગ્રામજનોએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે એવી હૈયાધારણા આપીને ગયા પછી પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી નથી. પણ બ્લાસ્ટિંગ ઘટી ગયું છે હવે બ્લાસ્ટિંગ રાતે થાય અને એની અસર ઘટી છે. જ્યારે અગાઉ જીઆઇડીસી દ્વારા આ ગામોના કુદરતી વરસાદી પાણીના વહેણ એવા વોકળા બંધ કરી દેતા આ અંગે પણ રજુઆત કરાઈ છે. પણ કોઈ કાર્યવાહી ન થતા માથે ચોમાસું આવી રહ્યું હોય એ ગામોમાં ખેતી અને ગામની અંદર વરસાદી પાણી ઘુસી જવાનો ભય હોવાથી તાકીદે આ વરસાદી વહેણ ખુલ્લા કરવાની માંગ કરી છે.