Saturday - Aug 15, 2026

હળવદમાં પાન-બીડીના વેપારીના બંધ મકાનમાંથી રૂ. 71,650નો મુદ્દામાલની ચોરી

હળવદમાં પાન-બીડીના વેપારીના બંધ મકાનમાંથી રૂ. 71,650નો મુદ્દામાલની ચોરી

હળવદમા પાન, બીડી સોડાનો વેપાર કરતા વેપારી  તેમના પરિવાર સાથે માતપિતાને મળવા વતનમાં ગયા બાદ પાછળથી બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત 71,650નો મુદ્દામાલ ઉસેડીને ઘર સફાઈ કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે.

હળવદના પટેલ કન્યા છાત્રાલય પાસે આવેલ વિશ્વાપાર્કમાં રહેતા પાન, બીડી, સોડાના વેપારી અરવિંદભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉ.40 નામના વેપારી ગત તા.29 જુનના રોજ તેમના માતાપિતાને મળવા વતન ધંધુકા ખાતે જતા પાછળથી બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો 15 હજાર રોકડા, 46,650ના સોના અને ચાંદીના દાગીના તેમજ 10 હજારની કિંમતની ચાંદીના સિક્કા મળી કુલ 71,650નો મુદ્દામાલ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.