Saturday - Aug 15, 2026

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગતરાત્રે બે પરિવારો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારો

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગતરાત્રે બે પરિવારો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારો

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છીપીઠમાં બે પરિવારો વચ્ચે છોકરાઓ વચ્ચેની વાતને લઈને એકબીજાને ભરી પીવા આમને સામને આવી ગયા હતા. સોડા બોટલ, તપેલા, લાકડી, ધોકા અને પાઇપ સાથેના હથિયારો સાથે ઘર્ષણ થયાની ચર્ચા વચ્ચે પોલીસે માત્ર પથ્થરમારો થયાનો નિર્દેશ આપી બન્ને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

મોરબીના જુના બસ સ્ત્રન્ડ પાસેના મચ્છી પીઠમાં એક જ કોમના બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી. એક ચર્ચા મુજબ બન્ને પરિવારના મહિલા અને પુરૂષો વચ્ચે સોડા બોટલ, તપેલા, લાકડી, ધોકા અને પાઇપ સાથેના હથિયારો સાથે ઘર્ષણ થયું હતું. અને પોલીસની વિવિધ ટિમો પણ ઘટનાસ્થળે દોડી જઈને મામલા ઉપર કાબુ મેળવ્યો હતો. આ બાબતે એ ડિવિઝનના પીઆઇ એચ. એ. જાડેજાએ જણાવ્યું હતું કે, એ વિસ્તારમાં ઘરની સામે છોકરાઓ  સામે બેસતા હોય અને સાયકલ રાખવા બાબતે બે પરિવારો વચ્ચે પથ્થરમારો થયો હતો. બીજા કોઈ હથિયારોનો ઉપયોગ ન થયાનું જણાવી બે ગુનાઓ દાખલ કરી પથ્થરમારો કરી જાહેર શાંતિ સુલેહને ભંગ કરવા બદલ સાત વ્યક્તિની અટકાયત કરી હતી.