Wednesday - Aug 19, 2026

મોરબીમાં પોલીસ, LRDમાં જોડાવવા ઈચ્છતા બહેનોને વિનામુલ્યે ફિઝિકલ ટ્રેનિંગ અપાશે

મોરબીમાં પોલીસ, LRDમાં જોડાવવા ઈચ્છતા બહેનોને વિનામુલ્યે ફિઝિકલ ટ્રેનિંગ અપાશે

મોરબી :  આગામી સમયમાં પોલીસ દળ અને લોકરક્ષકની ભરતી આવી રહી હોય ત્યારે જરૂરી પ્લેટફોર્મ એટલે કે ફિઝિકલ સહિતની તમામ પ્રકારની તાલીમ મળી એ માટે ખાસ કરીને બહેનોને આપવા નિવૃત્ત આર્મી ઓફિસર આગળ આવ્યા છે. જેમાં મોરબીમાં પોલીસ ભરતીની અને અન્ય કોઈપણ ફોર્સ માટેની તૈયારી કરતા ઉમેદવારોમાં ખાસ સર્વ જ્ઞાતિની બહેનો માટે નિવૃત આર્મી ઓફિસર સુબેદાર મેજર સહદેવસિંહ પી. ઝાલા દ્વારા સતત બીજા વર્ષે વિનામૂલ્યે ફિઝિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

ફિઝિકલ ટ્રેનિંગમાં પ્રોફેશનલ રનિંગ કોચિંગ દ્વારા શ્વાસ લેવાની રીતથી લઈને દોડવાની સાચી પદ્ધતિનું માર્ગદર્શન, સ્પેશિયલ ડાયેટ પ્લાનમાં ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યા પછી શરીરને શું કરવું? દરેક ઉમેદવારને વ્યક્તિગત પ્રોટીન, વિટામિન્સ અને ઊર્જાથી ભરપૂર ખોરાકની યાદી, સ્ટેમિના બિલ્ડિંગ જેમાં સ્નાયુઓની મજબૂતી માટે ખાસ કસરતો જેથી પગના દુ:ખાવા અને ઇજાથી બચી શકાય, ટાઈમ મેનેજમેન્ટ જેમાં 9:30 મિનિટની અંદર 1600 મીટર અને મહિલાઓ માટે નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરવાની ચોક્કસ સ્ટ્રેટેજી, પ્રોગ્રેસ ટ્રેકિંગ: દર અઠવાડિયે તમારું વજન, ઊંચાઈ અને દોડના સમયનું એનાલિસિસ વગેરે તાલીમ આપવામાં આવશે. જેમાં એલ. ઈ ગ્રાઉન્ડ , મોરબી - 2 તથા સાંજે 4:45 થી 6:45 કલાક દરમિયાન ક્રિષ્ના ગ્રાઉન્ડ, બાયપાસ રોડ, પંચાસર ચોકડી નજીક, મોરબી ખાતે તાલીમ આપવામાં આવી રહી છે.