મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની મોરબી દ્વારા નવું શક્તિ સાધના કેન્દ્ર ‘રાણી નાયકાદેવી કેન્દ્ર’નો શુભારંભ તા.21-12-2025 ને રવિવારના રોજ નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યો હતો.
આ શક્તિ સાધના કેન્દ્રોનો ઉદ્દેશ સનાતની દિકરીઓને દંડયુદ્ધ, નિયૂદ્ધ, તલવારબાજી, જુડો, કરાટે જેવી શારીરિક તાલીમો અને હિન્દુ ધર્મ વિશેની માહિતી, ભારતીય વીરાંગનાઓની માહિતી જેવા બૌદ્ધિક વિષયો દ્વારા બૌદ્ધિક તાલીમ આપવામાં આવશે. જેથી સનાતની દિકરીઓને ધર્મનાં, રાષ્ટ્રનાં અને પોતાના સ્વરક્ષણ માટે સજ્જ થઈ શકે. આ ઉપરાંત ઉમા વિદ્યાસંકુલ, ઉમા ટાઉનશિપ, મોરબી-2 ખાતે જે શક્તિ સાધના કેન્દ્ર કાર્યરત હતું તેનું નામ હવેથી‘રાણી લક્ષ્મીબાઈ કેન્દ્ર’ રાખવામાં આવ્યું છે અને તે પણ અવિરત ચાલું રહેશે.