Sunday - May 17, 2026

મોરબી નજીક દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવ્યો

મોરબી નજીક દારૂની ખાલી બોટલોનો ઢગલો મળી આવ્યો

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા આશાપુરા ટાવર નજીક જાહેર માર્ગ પર દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળ્યો છે. સ્થાનિકોના અનુમાન મુજબ આ બોટલો અહીં કોઈ ફેંકી ગયું છે. જાહેર રસ્તા પર આ પ્રકારે દારૂની બોટલો મળી આવવાથી સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે. બીજી તરફ દારૂબંધીની વાત માત્ર કાગળ પર જ છે. તેની આ ઘટના સાબિતી આપી રહી છે.