મોરબી : માળીયા મિયાણા - કચ્છ હાઇવે પર હરિપર ગામની ગોળાઈ નજીક ગત તા.3 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાની ઇકો કાર નંબર જીજે - 12 - એફડી - 0211 લઈને જઈ રહેલા ભચાઉ કચ્છના વાઢીયા ગામના વતની જયદેવભાઈ રાજેશભાઇ ઉપાધ્યાયએ પોતાની ઇકો કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાવી અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ પહોંચતા જયદેવભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા ગુલામભાઈ જુમાભાઈ સમેજાને પગમાં ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મૃતકના ભાઈ સાગરભાઈ રાજેશભાઇ ઉપાધ્યાયની ફરિયાદના આધારે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.