Friday - Sep 11, 2026

'સર્વ હિતાય એ જ ધર્મ’ને સાર્થક કરવા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયલિટી મેડિકલ કેમ્પ

'સર્વ હિતાય એ જ ધર્મ’ને સાર્થક કરવા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયલિટી મેડિકલ કેમ્પ

મોરબી : ‘સર્વ હિતાય એ જ ધર્મ’ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા શાશ્વત હોસ્પિટલના સહયોગથી મોરબીમાં નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.20, રવિવારના રોજ સવારે 9થી 12 વાગ્યા દરમિયાન શનાળા રોડ પર આવેલી એપલ હોસ્પિટલ ખાતેની શાશ્વત હોસ્પિટલના પાંચમા માળે યોજાનારા આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.

કેમ્પમાં બાળરોગ, જનરલ ફિઝિશિયન, સ્ત્રીરોગ તથા હાડકાંને લગતી બીમારીઓ સહિતની આરોગ્યલક્ષી સમસ્યાઓ માટે નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે નિઃશુલ્ક તબીબી તપાસ સાથે કેમ્પમાં આવનારા દર્દીઓને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. અક્ષય કામલે, ડો. ભૌમિક સરડવા, ડો. પાયલ ફળદુ, ડો. યશરાજસિંહ ઝાલા, ડો. ઋષિ વાંસદડિયા, ડો. યશ કડીવાર અને ડો. નિધિ ભાડજા સહિતના નિષ્ણાત તબીબો સેવા આપશે.
 

'સર્વ હિતાય એ જ ધર્મ’ને સાર્થક કરવા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મલ્ટીસ્પેશિયલિટી મેડિકલ કેમ્પ

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા છેલ્લા સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે યોજાનારા આ આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે આયોજકો દ્વારા જણાવાયું છે. કેમ્પ દરમિયાન તબીબી તપાસ ઉપરાંત જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ કેમ્પ ઉપયોગી બની રહેશે. તેમ ગ્રુપના મોભી સાધનાબેન ઘોડાસરાએ જણાવ્યું છે.