Wednesday - Apr 22, 2026

શ્રી રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ અને નિદાન કેમ્પ

શ્રી રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ અને નિદાન કેમ્પ

મોરબીની જાણીતી સંસ્થા શ્રી રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ અને નિદાન કેમ્પ તારીખ 16/6/2024 રવિવાર સમય સવારે 7 થી 11 કલાક સુધી...

આ મેડિકલ કેમ્પમાં મોરબીના જાણીતા ડોક્ટર વિપુલ માલાસણા સાહેબ ગોકુલ હોસ્પિટલ મોરબી તથા ડોક્ટર હિતેશ કંઝારીયા સાહેબ અમૃતમ હોસ્પિટલ મોરબી પોતાની સેવા આપશે...હા મેડિકલ કેમ્પમાં તમે ડાયાબિટીસ કોલેસ્ટોર અને થાઇરોડના રિપોર્ટ પણ ફ્રીમાં કરાવી શકો છો જેમાં થાયરોડ અને કોલેસ્ટ્રોલ બંનેમાંથી તમે કોઈપણ એક પસંદ કરી શકો છો... એક સુગર નો રિપોર્ટ ભુખ્યા પેટે અને બીજો રિપોર્ટ જમ્યા પછી બે કલાકનો રહેશે...

આ તમામ રિપોર્ટ ભારતની નંબર એક લેબોરેટરી મધુરમ મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડ માં થશે તમામ રિપોર્ટ ફ્રીમાં કરવામાં આવશે અને ડોક્ટરની તપાસ પણ ફ્રી માં થશે,લેબોરેટરી તપાસનો સમય સવારે સાત થી 11 કલાક સુધીનો રહેશે જ્યારે ડોક્ટર તપાસ નો સમય સવારે ૯ થી બપોરના 12 કલાક સુધીનો રહેશે

સ્થળ:- નીલકંઠ વિદ્યાલય રવાપર રોડ મોરબી

આ કેમ્પની વધુ માહિતી માટે ફોન નંબર 9825606928 અને 7567526293