પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શાશ્વત હોસ્પિટલના સહયોગથી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો
મોરબી : ‘મનુષ્ય તંદુરસ્ત તો દરેક ઘર સ્વસ્થ’ના આશય સાથે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા શાશ્વત હોસ્પિટલના સહયોગથી મલ્ટી સ્પેશિયલિટી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. શાશ્વત હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ વિવિધ રોગોનું નિઃશુલ્ક નિદાન કરાવી સારવારનો લાભ લીધો હતો.
કેમ્પમાં બાળરોગ, સામાન્ય રોગો, સ્ત્રીરોગ અને હાડકાંના રોગો સહિતની તકલીફો ધરાવતા દર્દીઓની નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. નિદાન બાદ જરૂરી દર્દીઓને નિઃશુલ્ક દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ડો. અક્ષય કામલે, ડો. ભૌમિક સરડવા, ડો. પાયલ ફળદુ, ડો. યશરાજસિંહ ઝાલા, ડો. ઋષિ વાંસદડિયા, ડો. યશ કડીવાર અને ડો. નિધિ ભાડજા સહિતના તબીબોએ સેવા આપી હતી. કેમ્પના આયોજનમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા અને ડો. અંકિતાબેન પટેલ સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સમાજસેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.