Friday - Jun 26, 2026

વીરપર નજીક ઝુપડામાંથી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, એકનું નામ ખુલ્યું

વીરપર નજીક ઝુપડામાંથી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, એકનું નામ ખુલ્યું

 મોરબી એલસીબી ટીમેં  પેટ્રોલિંગ  દરમિયાન મળેલી બાતમીને આધારે વીરપરથી ઘુનડા જતા સ્મશાન વાળા રોડ પર ઝુંપડામાં રહેતા શની બાંભણીયાના ઝુપડામાં રેડ કરીને સ્થળ પરથી દારૂની બોટલ નંગ ૫૬ કીમત રૂ ૪૩,૬૦૦ અને દેશી દારૂ ૩૫૦ લીટર કીમત રૂ ૭૦૦૦ સહીત કુલ રૂ ૫૦,૬૦૦ ના જથ્થા સાથે આરોપી શની શીવાભાઈ બાંભણીયા રહે વીરપર તા. ટંકારા, રવિરાજસિંહ કિશોરસિંહ જાડેજા રહે શનાળા તા. મોરબી, ગણેશકુમાર બીલટુભાઈ શાહ રહે વીરપર તા.ટંકારા અને સમીર હનીફ વીકીયાણી રહે ટંકારા તિલકનગર એમ ચાર ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ અન્ય આરોપી જયદીપસિંહ ઉર્ફે રાજા મહેન્દ્રસિંહ ઝાલા રહે શકત શનાળા તા. મોરબી વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.