ટંકારામાં રહેતી એક યુવતી અભ્યાસ કરવાની સાથે ખાનગી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને ટંકારામાં રહેતો દિનેશ નાનજીભાઈ જાદવ નામનો શખ્સ પજવણી કરતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિક્ષિકાએ આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,શિક્ષિકા જ્યારે જ્યારે ઘરેથી સ્કૂલે જાય ત્યારે આરોપી રોડ છાપ રોમિયોની જેમ દરરોજ પીછો કરતો હોય અને સ્કૂલેથી ઘરે આવે ત્યારે પણ પાછળ પાછળ આવતો હોવાથી એક મહિનાના આ શખ્સની આવી હરકતના ત્રાસથી કંટાળીને ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે રોડ છાપ રોમિયો સામે ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.