Wednesday - Jun 24, 2026

મોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માધાપર ઝાપા વિસ્તારમાં જાહેર સ્થળે ચલણી નોટોના આંકડા પર જુગાર રમાતો હોવાની માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા..ઝડપાયેલા આરોપીઓમાં કાનજીભાઈ રામજીભાઈ પરમાર (રહે. ગોકુલનગર), પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી (રહે. માધાપર), સલીમભાઈ ઓસમાણભાઈ દલ (રહે. કુલીનગર) અને ચંદ્રેશભાઈ અશોકભાઈ જોશી (રહે. મહેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 6,100નો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.