Saturday - May 16, 2026

હળવદના રાતાભેર ગામે જમાઈનું ઉપરાણું કેમ લો છો કહી ચાર શખ્સો પરિવાર પર તૂટી પડ્યા

હળવદના રાતાભેર ગામે જમાઈનું ઉપરાણું કેમ લો છો કહી ચાર શખ્સો પરિવાર પર તૂટી પડ્યા

હળવદ તાલુકાના રાતાભેર ગામે જમાઈનું ઉપરાણું શુ કામ લ્યો છો કહી ચાર શખ્સોએ એક પરિવાર પર તૂટી પડ્યા હતા. આ ચાર શખ્સોએ એક પરિવારનક બે મહિલા સહિત ચારને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રફુલભાઈ જેસિંગભાઈ કેરવાડિયાએ તે જ ગામા રાજુ દિલીપભાઈ ઇંદરિયા, અશ્વિન ઓધવજીભાઈ ઈંદરિયા, જેમાભાઈ રૂપાભાઈ ઈંદરિયા અને જગદીશ ઉર્ફે બહુરૂપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ તેમની પાસે આવી કહ્યું હતું કે તું અને તારા બાપા તમારા જમાઈ સંજયનું ઉપરાણું લઈ કેમ અમારી સાથે માથાકુટ કરો છો તેમ કહી ગાળો બોલી માથામાં ધારીયું મારી દઈ સાહેદ જેશીંગભાઈ, દૂધીબેન અને વનિતાબેને પણ માર મારી ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે.