Saturday - May 16, 2026

મોરબીની સ્કૂલમાં બાળકોને ભણાવતી વખતે જ શિક્ષકના પ્રાણ ઉડી ગયા

મોરબીની સ્કૂલમાં બાળકોને ભણાવતી વખતે જ શિક્ષકના પ્રાણ ઉડી ગયા

 મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ શાળામાં બાળકોને ભણાવતી વખતે શિક્ષકના પ્રાણ ઉડ8 ગયા હતા.જેમાં આ શિક્ષક ભણાવતા ભણાવતા જ અચાનક ઢળી પડ્યા બાદ મોત નિપજતા બાળકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ સત્યસાઈ સ્કૂલમાં છગનભાઇ મોતીભાઈ દાવા ઉ.વ. 56 નામના શિક્ષક બાળકોને ભણાવી રહ્યા હતા અને બાળકોને ભણાવતા ભણાવતા જ આ શિક્ષક ઓચિંતા ઢળી પડ્યા હતા અને બાળકોમાં શિક્ષણનું સિંચન કરતી વખતે આ શિક્ષકનું મોત નિપજ્યાનું બહાર આવતા બાળકો સહિત શિક્ષણ આલામમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.