Sunday - May 03, 2026

હળવદના ઢવાણામા જુગાર રમતા ચાર ઝબ્બે, પાંચ ફરાર

હળવદના ઢવાણામા જુગાર રમતા ચાર ઝબ્બે, પાંચ ફરાર

જુગારના પટ્ટમાંથી 12,400 રોકડા, પાંચ બાઈક કબ્જે

હળવદ : હળવદ પોલીસે ઢવાણા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારીઓ પોતાનું બાઈક મૂકી નાસી ગયા હતા. જ્યારે ચાર જુગારી રંગે હાથ ઝડપાઇ ગયા હતા.


હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઢવાણા ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં દરોડો પાડતા આરોપી રસિક ઉર્ફે ભેણીયો મોહનભાઇ તલસાણીયા, અશોક ઉર્ફે વીજળી ઓઘડભાઈ સારદીયા, રસિક ઉર્ફે ગીધો વેલાભાઈ દુધરેજીયા અને ધીરુભાઈ બચુભાઇ સોરઠીયા નામના ચારેય આરોપીઓ રોકડા રૂપિયા 12,400 સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે પાંચ આરોપીઓ બાઈક રેઢા મૂકી નાસી જતા પોલીસે અલગ અલગ પાંચ બાઈક નંબરને આધારે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી કુલ રૂપિયા 1,12,400નો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.