Sunday - May 03, 2026

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમા ભવ્ય ઉજવણી
 

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.

મોરબી:– આજ રોજ તા.27ના રોજ ટંકારા તાલુકા ની પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા, તેમજ ગાંધીનગરથી પધારેલ હાયર એજ્યુકેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બી.એચ.વાઢેર અને તેમની સાથે પીપડીયારાજ ના આયુર્વેદિક ડોક્ટર દિલીપભાઈ વિઠલાપરા પણ હાજર રહ્યા હતા, તેમજ સીઆરસી કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ પટેલ પણ લાઈઝન તરીકે હાજર રહ્યા હતાં, આ ઉપરાંત શાળામાં હંમેશા માટે મદદરૂપ થનાર અને ગામની ખૂબ જ લોક ચાહના મેળવેલ એવા સરપંચ વિનોદભાઈ સીણોજિયા અને પંચાયતના સભ્યો, ગામના તલાટી કમ મંત્રી આ.વી.બોપલીયા, સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી કેશુભાઈ રૈયાણી તેમજ ગૌશાળા ના આગેવાન સાગરભાઇ કોરડીયા અને ગૌશાળાના સર્વે ગૌસેવાકો અને તેમની સાથે શાળાના SMCના અધ્યક્ષ એવા મનસુખભાઈ ગામી તેમજ SMC ના તમામ સભ્યો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતાં.

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.

આ તકે ધારાસભ્યએ તેમજ અન્ય અતિથિઓએ તેમના વક્તવ્યમાં વાલીઓ તેમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલ કરતા સરકારી સ્કૂલમાં ભણવા મોકલે અને વધુમાં વધુ બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેવી અપેક્ષા સહ ટકોર કરી હતી.આ શાળા પ્રવેશોત્સવમાં બાળકોને જુદી જુદી પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય, CET, NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષાઓમા જિલ્લાના મેરીટમાં આવેલ બાળકોને અને શાળામાં 100% હાજરી, ખેલ મહાકુંભ અને અન્ય પ્રવૃતિઓ માટે ઇનામો તેમજ ધો. 3 થી 8 મા ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં, જેના દાતાઓ 
દેવરાજભાઇ ચકુભાઈ દેસાઈ,મનસુખભાઈ કે.પરેચા (રાધે),મગનભાઈ માવજીભાઈ જીવાણી,જ્યંતિભાઈ રાણીપા,ગામી મનસુખભાઈ અને કાસુન્દ્રા ચંદુભાઈનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરેલ છે. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સિણોજીયા અને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.