મોરબી : મોરબીના સામાકાંઠે સહિતની 4 ફાટક 20 મિનિટ જેટલો સમય બંધ રહેતા વહેલી સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અનેક વાહનચાલકો અહીં ફસાયા ગયા હતા. મોરબીથી વાંકાનેર જઈ રહેલી માલગાડી અચાનક ઉભી રહી જતા વીસી ફાટક, નટરાજ ફાટક, પોસ્ટ ઓફિસ ફાટક, નઝરબાગ ફાટક 20 મિનિટ સુધી બંધ રહી હતી. જેને કારણે વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. વધુમાં વહેલી સવારમાં ટ્રાફિક પોલીસ પણ ન હોય ફાટક ખુલ્યા બાદ પણ ટ્રાફિક ક્લિયર થવામાં ઘણો સમય લાગ્યો હતો.