Thursday - Oct 01, 2026

મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર રૂ.39,400ની રોકડ સાથે ઝડપાયા

મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર રૂ.39,400ની રોકડ સાથે ઝડપાયા

મોરબી : મોરબીની ગોપાલ સોસાયટીમાં રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી. દરમિયાન સ્થળ પરથી ચાર શખ્સ જુગાર રમતા મળી આવતા પોલીસે તેમની પાસેથી રૂ.39,400ની રોકડ કબજે કરી હતી.

મળતી માહિતી મુજબ, બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોપાલ સોસાયટીમાં રહેતા ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલના રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતાં ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલ, ધનજીભાઈ કેશવજીભાઈ પટેલ, અનિલભાઈ મગનભાઈ પટેલ અને અંકિતભાઈ દશરથભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ચારેય શખ્સો પાસેથી રૂ.39,400ની રોકડ કબજે કરી તમામ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.