મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ વરલી મટકાના જુગારીઓ પર સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઈકાલે મોરબીમાં રેલવે સ્ટેશન, ઇન્દિરાનગર, ટીંબડી પાટિયા તેમજ માળીયામાં પોલીસે પોસ્ટ ઓફીસ પાસેથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ચાર શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન નજીકથી આરોપી જુમાભાઈ સુલેમાનભાઈ સુમરા રહે.વનાળિયા મોરબી વાળાને રોકડા રૂ.700 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા.બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે આરોપી સુનિલ રમેશભાઈ ઝંઝવાડીયા રહે.ભડિયાદ કાંટા વાળાને ઇન્દિરાનગર ખારા પટ્ટમાં જાહેરમાં વરલીના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબ્જે કર્યા હતા.
ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે ટીંબડી પાટિયા પાસેથી આરોપી રાજુ અવચરભાઈ વાઘેલાને વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 200 કબ્જે કર્યા હતા.જ્યારે ચોથા દરોડામાં માળીયા મિયાણા પોલીસે આરોપી અબ્દુલ હબીબભાઈ જેડાને પોસ્ટ ઓફીસ નજીક જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.