Saturday - May 02, 2026

વાંકાનેરમાં જાહેરમ જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેરમાં જાહેરમ જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ખોજાખાના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અલીઅસગર ઉસ્માનભાઇ શેખ રહે.સીટી સ્ટેશન રોડ, વાંકાનેર, કરીમશા નુરશા શેખ રહે.ખોજાખાના શેરી, વાંકાનેર, રમેશભાઇ ભીખાભાઇ સેતાણીયા રહે,જી.આઇ.ડી.સીની બાજુમા,નવાપરા અને એહમદભાઇ હાજીભાઇ ફકીર, રહે.નવાપરા, ખડીપરા, વાંકાનેર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 2850 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.