Sunday - May 03, 2026

ટંકારાના સાવડી નજીક બાઇકે સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર આધેડનું મોત

ટંકારાના સાવડી નજીક બાઇકે સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર આધેડનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામના પુલ પાસે ગત તા.15 જાન્યુઆરીના રોજ એમપી - 11 - એનજી - 8919 નંબરના બાઈક ચાલકે સાયકલ લઈને જઈ રહેલા પ્રવીણભાઈ ઉગાભાઈ ગોહેલ ઉ.51 રહે.મેઘપર ઝાલા વાળાને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ થતા સારવારમાં મૃત્યું નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના મોટા ભાઈ હીરાભાઈ ઉગાભાઈ ગોહેલ રહે.હાલ લીલાપર મૂળ રહે.મેઘપર ઝાલા તા.ટંકારા વાળાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે અકસ્માતની ઘટના અંગે ગુન્હો નોંધ્યો હતો.