હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા વિરમભાઈ ઉર્ફે હકો ધનજીભાઈ કોપાણિયા ઉ.વ.30 નામના યુવક સરખો કામ ધંધો કરતો ન હોવાથી પત્ની છેલ્લા બે મહિનાથી રિસામણે ચાલી ગયા બાદ જ્યાં સુધી યુવક બરાબર કામ ધંધો નહિ કરે ત્યાં સુધી કવાડિયા ગામે આવવાની ના પાડી દેતા કંટાળી ગયેલા યુવકે વાડીએ જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.