Saturday - Jun 13, 2026

ટંકારામાં સાઈડમાં ઉભા રહી ઝઘડો કરવાનું કહેતા ફોર્ચ્યુનર કારના ચાલકે ઇલેક્ટ્રિક કારને રિવર્સમાં ટક્કર મારી

ટંકારામાં સાઈડમાં ઉભા રહી ઝઘડો કરવાનું કહેતા ફોર્ચ્યુનર કારના ચાલકે ઇલેક્ટ્રિક કારને રિવર્સમાં ટક્કર મારી

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ઓવરબ્રિજ પર અન્ય વાહન ચાલક સાથે રોડ વચ્ચે ઉભા રહી ઝઘડો કરતા ફોર્ચ્યુનર ચાલકને સાઈડમાં ઉભા રહી ઝઘડો કરવા કહેતા ઉશ્કેરાઈ ગયેલા ફોર્ચ્યુનર ચાલકે ગાડી રિવર્સમાં લઇ ઇલેક્ટ્રિક કારને ટક્કર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ ગોલ્ડન એલિટા એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઘુટુ ગામના વતની દીપકભાઈ દેવજીભાઈ વિરપરિયા ઉ.વ.43એ આરોપી ફોર્ચ્યુનર કાર રજિસ્ટ્રેશન નંબર જીજે - 36 - એપી - 2728 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, રાજકોટ - મોરબી હાઇવે પર મિતાણા ઓવરબ્રિજ પાસે આરોપી ફોર્ચ્યુનર ચાલક અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહ્યો હોય જેથી તેનું વાહન રોડની સાઈડમાં લઈ ઝઘડો કરવા સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયેલા ફોર્ચ્યુનર ચાલકે પોતાની કાર રિવર્સમાં લઈ ફરિયાદીની જીજે - 36 - એઆર - 2061 નંબરની કારમાં આગળના ભાગે ટક્કર મારી નુકશાન પહોચાડી માર મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.