Saturday - May 16, 2026

હળવદના જુના દેવળીયામાં કારમાંથી રૂ.1.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદના જુના દેવળીયામાં કારમાંથી રૂ.1.58 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : મોરબી એલ.સી.બી. ટીમ તથા પેરોલ-ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સ્કૂલ પાછળ જાહેર રોડ ઉપર સ્વીફટ કાર નંબર જીજે-03-એફ.ડી-2397 શંકાસ્પદ જણાઈ હતી, પોલીસને જોઈ કારનો ચાલક વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનું જણાઈ આવતા કાર રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો.

પોલીસ દ્વારા કારની તલાશી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની કુલ 144 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,58,400 થાય છે. ઉપરાંત સ્વીફટ કારની અંદાજિત કિંમત રૂ. 3,00,000 ગણાતા કુલ રૂ. 4,58,400નો મુદ્દામાલ પોલીસ દ્વારા ક્બ્જે કરવામાં આવ્યો હતો. આ બાબતે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.