Friday - May 01, 2026

મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.14,492ની કિંમતની 34 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે મયુરભાઇ ઉર્ફે મયલો ઉર્ફે ઘુચરી નામના શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.