Wednesday - Jun 03, 2026

વાંકાનેરમાં માલઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂ મળ્યો, આરોપી ફરાર

વાંકાનેરમાં માલઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂ મળ્યો, આરોપી ફરાર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામથી વરડૂસર ગામ જવાના રસ્તે આવેલ ઢોર બાંધવાના વાડામાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન આરોપી વિજય મશરૂભાઈ ઉર્ફે મહેશભાઈ ગમારાના ઢોર બાંધવાના વાડામાંથી વિદેશી દારૂના 110 ચપલા કિંમત રૂપિયા 22 હજાર મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી હાજર નહિ મળી આવેલ આરોપી વિજય વિરૂદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.