Saturday - Apr 25, 2026

મોરબીના વીસીપરામા મકાનમાંથી વિદેશી દારૂ-બીયર ઝબ્બે : આરોપી ફરાર

મોરબીના વીસીપરામા મકાનમાંથી વિદેશી દારૂ-બીયર ઝબ્બે : આરોપી ફરાર

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૧૨ જેની કિંમત રૂપિયા ૩૯૮૦૦ તથા બીયર ટીન નંગ -૦૫ કિં રૂ. ૧૧૫૦ મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.