Saturday - Jul 04, 2026

મોરબીમાં અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા ગેસ એજન્સીઓ અને દુકાનો ઉપર તવાઈ

મોરબીમાં અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા ગેસ એજન્સીઓ અને દુકાનો ઉપર તવાઈ

મોરબીમાં આજે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા સ્થાનિક ટિમોને સાથે રાખીને ગેસ એજન્સીઓમાં અને દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગેસ એજન્સીઓમાં દરોડા પાડીને  મોટો જથ્થો સિઝ કરાયો છે. જેનાથી ગેસ એન્જસીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.

મોરબીમાં આજે અચર્સનક જ  ગાંધીનગરની નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, જિલ્લા પુરવઠા કચેરી, મોરબીની તપાસ ટીમને સાથે રાખીને ગેસ એન્જસીઓ અને દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેસ એજન્સીઓ અને દુકાનો ઉપર દરોડા પાડતા રાધે ગેસ એજન્સીના 175 સિલિન્ડર મળી કુલ રૂ. 2,23,520 નો મુદ્દામાલ સીઝ, કાવ્યા ગેસ એજન્સીના 43 સિલિન્ડર મળી રૂ. 60,030નો મુદ્દામાલ તેમજ ભગવતી એન્ટરપ્રાઇઝના  151 સિલિન્ડર સહિત રૂ. 1,97,050 નો મુદ્દામાલ સિઝ કરી સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીને 5 k.g. નેટ વજનના 1553 કોમર્શિયલ સિલીન્ડરની ઘટ મળતાં 7 લાખ ઉપરનો દંડ ફટકારવમવા આવ્યો હોવાની શક્યતા છે. ગાંધીનગરની આ ટીમની ઓચિંતા દરોડાથઈ ગેરકાયદે અને અનઅધિકૃત રીતે LPG  ગેસનો વેપલો કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.હાલ  જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીની ટીમ દ્વારા સઘન તપાસણીની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળે છે.