Saturday - Jul 04, 2026

મોરબીની પ્રજાને પોતાની સલામતી માટે જીવલેણ ખાડાને જાતે જ બુરવો પડ્યો

મોરબીની પ્રજાને પોતાની સલામતી માટે જીવલેણ ખાડાને જાતે જ બુરવો પડ્યો

મોરબીના  રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે થોડા સમય પહેલા નવા રોડનું કામ ચાલુ હતું. ત્યારે નીલકંઠ સ્કૂલથી પાસે બાપા સીતારામ ચોક પાસેના રોડનું કામ બાકી હોવાથી ત્યાં ખોદકામ કરેલું હોવાથી ત્યાં ડમ્પર ખુંપી ગયું હતું અને એ ડંપરમાં ભરેલ કપચી ત્યાંથી નીકળતા બહેનના વાહન પર આડું નમી ગયું હતું ને ઉપર કપચી નો ભાગ પડયો હતો, આથી જીવલેણ ખાડો ખૂબ ભયજનક બની ગયો હોવાથી નગરપાલિકા સમક્ષ   વારંવાર ખાડો બુરવાની  રજુઆત કરાઈ હતી. પણ તંત્રએ ધ્યાન ન આપતા હજારો વાહનો પસાર થતા હોવાથી લોકોની સલામતી માટે અહિંના વેપારીઓ આગળ આવ્યા હતા. પણ તંત્રની ઊંઘ ન ઉડી તે ન જ ઉડી !  આથી વેપારીઓ  જાતે જ  ખર્ચો કરીને આ મસમોટો ખાડો બુરી નાખ્યો હતો. જેથી અકસ્માત થતા અટક્યા છે.

મોરબીની પ્રજાને પોતાની સલામતી માટે જીવલેણ ખાડાને જાતે જ બુરવો પડ્યો