Monday - Oct 05, 2026

વાંકાનેરના રાતીદેવડી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરના રાતીદેવડી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રાતીદેવડી ગામની સરકારી શાળા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અલાઉદીનભાઇ વલીભાઇ માણસીયા, બાવજીભાઇ સીદાભાઇ વોરા, કીશોરભાઇ હેમતભાઇ વોરા, પંકજભાઇ રામક્રૃષ્ણભાઇ કુબાવત અને આરોપી ભરત નવીનભાઇ વોરા રહે.તમામ રાતીદેવડી વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5,360 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.