મોરબી : માળિયા (મિયાણા) પોલીસે જુના દેવગઢ ગામમાં રોડ પર આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા છે. જેમાં માળિયા મિયાણા પોલીસ ટીમ બી-બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે જુના દેવગઢ ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મેઘાભાઈ લાભુભાઈ પીપળીયા (ઉ.વ. 20, રહે. બગસરા, તા. માળિયા મિયાણા), ગણેશભાઈ વજાભાઈ સુરાણી (ઉ.વ. 35, રહે. બુટવડા, તા. હળવદ), મુન્નાભાઈ ગગજીભાઈ રાઠોડ (ઉ.વ. 24, રહે. જીંજુડા, તા. મોરબી), અશોકભાઈ રૂપાભાઈ ધોળકીયા (ઉ.વ. 30, રહે. જુના દેવગઢ, તા. માળિયા મિયાણા), રોહિતભાઈ ગોગાભાઈ પીપળીયા (ઉ.વ. 19, રહે બગસરા, તા. માળિયા મિયાણા) ને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ કુલ રૂ. 6,700/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.