Saturday - May 16, 2026

મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા મહિલા સહિત 5ની ધરપકડ

મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા મહિલા સહિત 5ની ધરપકડ

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબીના સામાંકાંઠે આવેલ ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત 5 લોકોને પકડી લઈ તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઈ સરાણીયાઈ ઉ.વ.૬૦ રહે. ત્રાજપર પંચની માતાવાળી શેરી મોરબી-૨, સોમાભાઈ અરજણભાઈ મકવાણા ઉવ.૫૬ રહે. ત્રાજપર ચોરસવાળી શેરીમાં મોરબી-૨, લાભુભાઈ કાનજીભાઈ પાટડીયા ઉ.વ પર રહે ત્રાજપર ખારી મોરબી-૨, બેચરભાઈ કાળુભાઈ બારૈયા ઉ.વ.૬૦ રહે. કુબેર ધાર ત્રાજપર ખઆરી મોરબી-૨, શારદાબેન સોમાભાઈ મકવાણા ઉ.વ.૫૪ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીમાં મોરબી-૨ને રોકડા રૂ.૧૦,૨૭૦ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.