મોરબી :- ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા પહેલગામ હુમલાના બદલામાં પાકિસ્તાન પર કરવામાં આવેલી સફળ સ્ટ્રાઈકની ખુશીમાં આજે મોરબીના ગ્રીનચોકમાં ભારે આતસબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી, ઓપરેશન સિંદુરના નામથી જે સ્ટ્રાઈક પાકિસ્તાન પર કરવામાં આવી એની સફળતાની ખુશીમાં મોરબીના મયુરનગરી કા રાજા ગ્રુપ દ્વારા આતશબાજી કરી મીઠાઈ ખવડાવી લોકોના મો મીઠા કરાવ્યા હતા.