Friday - May 01, 2026

રફાળેશ્વરના ભંગારના ડેલામાં આગ, 10 પરિવારોને સલામત સ્થળે ખસેડાતા જાનહાની ટળી

રફાળેશ્વરના ભંગારના ડેલામાં આગ, 10 પરિવારોને સલામત સ્થળે ખસેડાતા જાનહાની ટળી

મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર ગામની વચ્ચોવચ આવેલા એક પ્લાસ્ટિકના ભંગારના ડેલામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

રફાળેશ્વરના ભંગારના ડેલામાં આગ, 10 પરિવારોને સલામત સ્થળે ખસેડાતા જાનહાની ટળી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભંગારનો ડેલો રહેણાંક વિસ્તારની બિલકુલ વચ્ચે આવેલો છે. આગ લાગવાની ઘટનાને પગલે આજુબાજુના 10 જેટલા પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ડેલામાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો તેમજ કોમ્પ્રેસર અને ગેસના સિલિન્ડર પણ પડેલા હતા. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને ડેલામાંથી ત્રણ જેટલા ગેસના બાટલા બહાર કાઢી લેતા મોટી જાનહાનિ ટળી હતી. જો સિલિન્ડર બ્લાસ્ટ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત. ઉલ્લેખનીય છે કે આ મામલે જાણ થતાં જ ફાયરની ટિમ ઘટના સ્થળે દોડી આવી છે. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને આગ સમયસર કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

રફાળેશ્વરના ભંગારના ડેલામાં આગ, 10 પરિવારોને સલામત સ્થળે ખસેડાતા જાનહાની ટળી
રફાળેશ્વરના ભંગારના ડેલામાં આગ, 10 પરિવારોને સલામત સ્થળે ખસેડાતા જાનહાની ટળી