Saturday - May 16, 2026

મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ, બે વ્યક્તિને ઇજા

મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ, બે વ્યક્તિને ઇજા

ફાયરની ટીમ 12 મિનિટે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો, અંતે મોકડ્રીલ જાહેર

મોરબી :  મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ ઘટના બની હતી. આ બનાવમાં બે વ્યક્તિને પહોંચી હોવાનું જાહેર કરાયું હતું. જો કે આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડની ટીમ 12 મિનિટે પહોંચીને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંતુ અંતે આ એક મોકડ્રિલ હોવાનું જાહેર કરાતા તમામે રાહતનો દમ લીધો હતો.
 
મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ, બે વ્યક્તિને ઇજા
મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ, બે વ્યક્તિને ઇજા
મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ, બે વ્યક્તિને ઇજા
મોરબીના મલ્ટીપ્લેક્સ સીનેમાગૃહમા આગ, બે વ્યક્તિને ઇજા

મોરબી-કંડલા બાયપાસ રોડ પર નવલખી ફાટક પાસે આવેલી મલ્ટીપ્લેક્સ નેક્સસ સિનેમા ગૃહનાસંચાલકે આ સિનેમા બિલ્ડિંગના સ્ક્રીન-2માં આગની ઘટના બની હોવાની 7 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આથી ફાયર બીગ્રેડ વિભાગની ટીમ ફાયર ફાઈટર સહિતના તમામ આધુનિક સાધનો સાથે 7-12 મિનિટે ઘટના સ્થળ પહોંચીને તુરંત રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગઈ હતી. તમામ સ્ટાફ અને માણસોને સલામત જગ્યાએ શિફ્ટ કરીને 2 ઈજાગ્રસ્તોને બહાર કાઢીને ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. અંતે આ સમગ્ર આગની ઘટના એક મોકડ્રિલ હોવાનું જાહેર કરીને સંભવિત ચાલુ સિનેમામાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો ફાયર વિભાગ આ દુર્ઘટનાને પહોંચી વળવા કેટલું સક્ષમ છે તેની કસોટી કરવા આ મોકડ્રિલ યોજવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું.