Thursday - Feb 12, 2026

મોરબીમાં અંતે આરોગ્ય માટે હાનિકારક કેનોકાર્પસ' વૃક્ષોનું નિકંદન

મોરબીમાં અંતે આરોગ્ય માટે હાનિકારક કેનોકાર્પસ' વૃક્ષોનું નિકંદન

પર્યાવરણ પ્રેમીની રજુઆતને ગંભીરતાથી લઈ મનપાએ વૃક્ષોને દૂર કર્યા

મોરબી : સીરામીક નગરી મોરબીમાં હવે શુદ્ધ ઑક્સિજન આપતા વૃક્ષો ઓછા બચ્યા હોય અને શહેર સિમેન્ટ કોક્રેટનું જંગલ બની ગયાની વચ્ચે શહેરના સૂરજબાગમાં ઘણા સમયથી ઊગી નીકળેલા 5 કેનોકાર્પસ વૃક્ષો જે જન આરોગ્ય માટે એકદમ નુકસાનકારક હોવાનું ધ્યાને આવતા પર્યાવરણ પ્રેમીએ આ વૃક્ષોને માનવ આરોગ્યના હિતમાં દૂર કરવાની મનપાને રજુઆત કરી હતી. આ રજુઆતને ગંભીરતાથી લઈને મનપાની ટીમે સૂરજ બાગમાં પાંચેય માનવ આરોગ્ય માટે હાનિકારક વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું હતું.
 
મોરબીમાં અંતે આરોગ્ય માટે હાનિકારક કેનોકાર્પસ' વૃક્ષોનું નિકંદન

મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કરે અગાઉ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી કે, મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલા સૂરજબાગમાં ઘણા સમયથી પાંચ જેટલા કેનોકાર્પસના વૃક્ષો ઊગી નીકળ્યા છે. આ વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે એમ છે. સુરજબાગમાં અનેક લોકો ટહેલવા આવતા હોય ત્યારે આ વૃક્ષોથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે એમ છે. ખાસ કરીને આ વૃક્ષોના પરાગરજથી શ્વાસ લેવામાં તકલીફ અને એલર્જી જેવી સમસ્યાઓ થવાની ભીતિ રહેલી છે. આથી પર્યાવરણ પ્રેમીની આ રજુઆતને ગંભીરતાથી લઈ પર્યાવરણ તેમજ માનવ હિતના રક્ષણ માટે મોરબી મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા અને સુરજ બાગના બગીચામાંથી આ વૃક્ષોને હટાવવાની કામગીરી પૂર્ણ કરી છે.
 
મોરબીમાં અંતે આરોગ્ય માટે હાનિકારક કેનોકાર્પસ' વૃક્ષોનું નિકંદન
મોરબીમાં અંતે આરોગ્ય માટે હાનિકારક કેનોકાર્પસ' વૃક્ષોનું નિકંદન