વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગત તા.27 જાન્યુઆરીના રોજ પગપાળા રસ્તો ઓળંગી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની જસુબાઈ પરિહાર નામના મહિલાને જીજે - 06 - એક્સએક્સ 0899 નંબરના ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેમ્પો ટ્રાવેલ્સ ચાલક નાસી જતા મૃતકના દિયર કમલસિંહ નિર્ભયસિંહ પરીહારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.