શિવરાત્રી મહાપર્વ નિમિત્તે જૂનાગઢની જેમ જ મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ બે દિવસીય મેળાનું આયોજન કરાયું છે. જેમાં તા.25 ફેબ્રુઆરીએ સાંજે શિવ ઉત્સવ મેળાની શુભ શરૂઆત બાદ 26મીએ મેળો સંપન્ન થશે. મહાશિવરાત્રીના આ મેળામાં ભજન, ભક્તિ અને ભાંગનો ત્રિવેણી સંગમ યોજાશે અને જિલ્લાના લાખો લોકો મેળાની મજા માણવાની સાથે શિવભક્તિમાં ઓતપ્રોત બનશે.