Thursday - Apr 23, 2026

મોરબીના ગોર ખીજડિયા ગામે નવા હાઇવેથી 50 વિધા ખેતી કપાતમાં જવાની ભીતિ

મોરબીના ગોર ખીજડિયા ગામે નવા હાઇવેથી 50 વિધા ખેતી કપાતમાં જવાની ભીતિ

મોરબીનું ગોર ખીજડિયા ગામ વર્ષોથી હરિભરી સમૃદ્ધ ખેતીને લીધે સુખી સંપન્ન હોય પણ હવે સરકારના મોરબી નવલખી હાઇવેના પ્રોજેકટથી ગામની ખેતીના અસ્તિત્વ સામે મોટો પડકાર ઉભો થયો છે. જો કે ગામમાં ઓલરેડી હાઇવે નીકળતા હોય હવે ખેતીના ભોગે વિકાસની આડમાં નવા હાઇવેની શુ જરૂરત છે તેવો ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો છે. ખાસ કરીને સરકાર કે તંત્રએ કેટલી જમીન કપાતમાં અને વળતર કેટલું મળશે તેની કોઈ સ્પષ્ટતા નહિ કરતા ખેડુતો મુંઝવણમાં મુકાયા ગયા છે.

મોરબીના ગોર ખીજડિયા ગામના સરપંચ કહે છે કે તેમનું ગામ દેશની આઝાદીથી રચાયેલું હોય અને હાલ ગામમાં 800ની વસ્તી છે. મોટાભાગના લોકો હજુ પણ ખેતી પર નિર્ભર છે. આ ગામમાં પાણી, લાઈટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સ્વચ્છતા, આંગણવાડી, સ્કૂલ સારા રોડ રસ્તા સહિતની સુવિધા સાથે પાણીનું અગાઉ પણ દુઃખ ન હોય પણ ભવિષ્યના ખાતર હવે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવતી હોવાથી ભવિષ્યમાં ક્યારેય પણ પાણી પ્રશ્ન ગામને સતાવશે નહિ, વધુ એમને કહ્યું હતું કે હાલ ગામની ખેતી સામે ગ્રહણ લાગ્યું છે. જેમાં મોરબીથી નવલખીનો જે નવો હાઇવે નીકળવાનો હોય એ હાઇવે અમારા ગણમાંથી પણ નીકળે એમ હોવાથી આ ગીર ખીજડિયા ગામની આશરે 29 ખેડૂતોની ખેતીની જમીન કપાતમાં જવાની દહેશત છે. જેમાં કુલ આ ગામની આશરે 50 વિધા જેટલી ખેતીની જમીન કપાતમાં જવાની હોય ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે. ખેડૂતો કહી રહ્યા છે કે, આ મુદ્દે તંત્ર અને સરકારને રજુઆત કરી હોવા છતાં કોઈ સ્પષ્ટતા જાહેર ન કરાતા ગામની હરિભરી અને સમૃદ્ધ ખેતી વિકાસની આડમાં બંજર બની જશે તેવું જણાવ્યું હતું.