મોરબીમાં પોલીસે થોડા સમય પહેલા શનાળા નજીકથી દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ આ દારૂના પ્રકરણમાં ગોંડલના શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે થોડા સમય અગાઉ શનાળા ગામ નજીકથી એક વાહન અટકાવીને તલાશી લેતા તેમાં દારૂનો જથ્થો મળી આવતા તે સમયે દારૂ સાથે વાહનના ડ્રાઇવરને ઝડપી લીધો હતો. દરમિયાન આ દારૂના કેસની તપાસ કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલાને દારૂના કેસમાં વધુ એકની સંડોવણી હોવાની માહિતી મળતા પોલીસે આ દારૂના કેસમાં શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઇ ઉર્ફે ઘનશ્યામભાઈ મેતા ઉર્ફે શ્યામ આહીર (ઉં.વ. ૨૩) રહે.રાજનગર જેતપુર રોડ ગોંડલ વાળાની ધરપકડ કરી હતી. આ દારૂ જૂનાગઢ તરફ લઈ જવાનો હોય અને હજુ પણ આ કેસમાં બે શખ્સોની સંડોવણી હોવાથી પોલીસે તપાસ જારી રાખી છે.