Saturday - May 04, 2024

સિંચાઇની સુવિધા જ ન હોવાથી ગામની ખેતીની ફળદ્રુપતા ઘટી જવાની ભીતિ ટંકારાના ધ્રોલિયા ગામે પાણી વિતરણના નેઠા જ ન હોવાથી એક એક બુંદ પાણી માટે તરસ્તા ગ્રામજનો

સિંચાઇની સુવિધા જ ન હોવાથી ગામની ખેતીની ફળદ્રુપતા ઘટી જવાની ભીતિ

ટંકારાના ધ્રોલિયા ગામે પાણી વિતરણના નેઠા જ ન હોવાથી એક એક બુંદ પાણી માટે તરસ્તા ગ્રામજનો
સિંચાઇની સુવિધા જ ન હોવાથી ગામની ખેતીની ફળદ્રુપતા ઘટી જવાની ભીતિ

ટંકારાના ધ્રોલિયા ગામે પાણી વિતરણના નેઠા જ ન હોવાથી એક એક બુંદ પાણી માટે તરસ્તા ગ્રામજનો

ટંકારા તાલુકાના    ધ્રોલિયા ગામમાં મહત્વપૂર્ણ સમસ્યાઓ હોવાથી આ ગામનો વિકાસ રૂંધાયો છે. આ ગામમાં મુખ્યત્વે સિંચાઇની અને પીવાના પાણીના અભાવનું મોટું દુઃખ છે. સિંચાઇની સુવિધાઓ ન હોવાથી ગામના ખેડૂતોને વરસાદ આધારિત ખેતીનો જ લાભ મળે છે. આ ઉપરાંત ગામમાં પાણી વિતરણ ક્યારે થાય એ નક્કી જ ન હોવાથી ગ્રામજનોને હાલની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક બુંદ માટે તરસવું પડે છે.

ટંકારા તાલુકાના    ધ્રોલિયા ગામમાં સરપંચ લીલાબેન બાલુભાઈ ગમારાએ જણાવ્યું હતું કે, આ ગામમાં 500 લોકોની વસ્તી અને 300 લોકોનું મતદાન તેમજ મુખ્ય વ્યવસાય ખેતી અને માલઢોર હોય પણ ખાટલે મોટી ખોટ એ છે કે ખેતી માટે સિંચાઇની સારી વ્યવસ્થા જ ન હોવાથી જ્યારે સારો વરસાદ પડે ત્યારે જ એક પાક લઈ શકાતો હોય તેમજ પીવાના પાણીની મોટી મોકાણ છે. ગામમાં ક્યારેક એકાતર તો ક્યારેક દસ દિવસે તો ક્યારેક ઘણા દિવસો પછી પાણી આવતું હોય લોકોને પોતાના ખર્ચે પાણીના ટાંકા મંગાવા પડે છે.હડાળા પાણીના સંપમાંથી 8-10 ગામો માટે પાણી વિતરણ થતું હોય એમાં આ ગામ છેવાડાનું હોવાથી સાવ છેલ્લે અપૂરતું પાણી મળે છે. એક તો પાણી સમયસર આવતું ન હોય અને ઉપરથી તંત્ર દ્વારા પાણીના ટાંકાની પણ વ્યવસ્થા ન કરાતા ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામનો મેઈન હાઇવે ટચ રસ્તો ખખડી ગયો છે.એટલે હાઇવેથી ગામને જોડતો અને ગામના ઝાંપાથી અંદર જતો મેઈન રસ્તો ખરાબ હોવાથી એક વર્ષ પહેલાં અરજી આપી છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી.ગામમાં 1થી 5 ધોરણ સુધીની જ શાળા હોવાથી આગળના શિક્ષણ માટે ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. ભૂગર્ભ ગટરની 100 ટકા વ્યવસ્થા છે પણ કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ છે. સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો ફૂંકતી સરકાર દ્વારા કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોય એટલે ગામના પુરુષોને જાતે જ સફાઈ કરવી પડે છે. ગામને જોડતા અન્ય ગાડા માર્ગને નવા બનાવવાની સખત જરૂરત છે.