Saturday - May 18, 2024

ટંકારાના મોટા ખીજડિયા ગામે ખાસમખાસ આરોગ્ય કેન્દ્રની મોટી ખામી

ટંકારાના મોટા ખીજડિયા ગામે ખાસમખાસ આરોગ્ય કેન્દ્રની મોટી ખામી

ટંકારાના મોટા ખીજડિયા ગામે મોટાભાગની સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાથી ખેતી અને લોકોને લીલાલહેર છે. પણ મુખ્યમાં મુખ્ય આરોગ્ય સુવિધાઓની મોટી ખામી છે.આઝાદીના આટલા વર્ષો પછી પણ આરોગ્ય કેન્દ્રની કમી હોવાથી ગામલોકોનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.

મોટા ખીજડિયા ગામના તલાટી મંત્રી આર. કે. ગોસાઈએ જણાવ્યું હતું કે, આ ગામની વસ્તી 1222ની અને 1125નું મતદાન તેમજ મુખ્ય વ્યવસાય હજુ સુધી ખેતી જ જળવાઈ રહ્યો છે. ગામની તમામ ખેતી માટે મિતાણા ડેમમાંથી કેનાલ મારફત સિંચાઇની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે વર્ષોથી ખેતી હરિભરી અને ખેડૂતો પણ યોગ્ય પાક લઈ શકે તેવો તેમણે દાવો વ્યક્ત કર્યો છે.તેમજ સૌથી મોટું પીવાના પાણીનું સુખ છે. વર્ષોથી નિયમિત રીતે ગામલોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આપવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, રોડ રસ્તા,ભૂગર્ભ ગટર, લાઈટ, સફાઈની વ્યવસ્થા છે. જો કે ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતું હોય ત્યારે ગામમાં સ્વચ્છતા જાળવવા માટે સરકાર કે  તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી ન હોય એ સફાઈનું કામ સ્વયં ગ્રામ પંચાયતે ઉપાડી લીધું છે. ગામની અંદર અને બહારના રસ્તાઓ યોગ્ય છે. સૂઝલાંમ સુફલામ યોજના હેઠળ ગામના તળાવનું કામ પૂરું  થઈ ગયું છે.

બીપીએલના લાભાર્થીઓ માટે ડી.આઈ. આર.એલ. કચેરીમાં પ્લોટ  ફાળવણીનું  કામ અટકેલું

તલાટીના કહેવા મુજબ ગામતળ બીપીએલના લાભાર્થીઓ માટે ડી.આઈ. આર.એલ. કચેરીમાં પ્લોટ  ફાળવણીનું  કામ અટકેલું છે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામતળમાં પ્લોટ ફાળવવા માટે ગામના બીપીએલના લાભાર્થીઓને  પ્લોટ આપવાની દરખાસ્તો કરવામાં આવી છે. આમ છતાં ડી.આઈ. આર.એલ. કચેરીમાં બીપીએલના લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. તેથી તંત્ર જલ્દીથી આવા લાભાર્થીઓને પ્લોટ ફાળવે  તેવી માગણી કરવામાં આવી છે.

ટંકારાના મોટા ખીજડિયા ગામે ખાસમખાસ આરોગ્ય કેન્દ્રની મોટી ખામી