Saturday - May 18, 2024

મોરબી કાંગ્રેસને લોકસભાની ચૂંટણી ટાણે જબરદસ્ત ફટકો

મોરબી કાંગ્રેસને લોકસભાની ચૂંટણી ટાણે જબરદસ્ત ફટકો

 લોકસભા ચૂંટણીના મતદાનના કાઉન્ટ ડાઉન સમયે જ મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. જેમાં મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર ગામોના કોગ્રેસી હોદેદારો અને કાર્યકર્તાઓનો મોટા કાફલાએ ભાજપના કેસરિયા ધારણ કર્યા હોવાનો સ્થાનિક ભાજપી નેતાએ

લોકસભા ચૂંટણી સમયે જ મોરબી કોંગ્રેસને જબરજસ્ત ઝટકો આપ્યાનો મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયાએ દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રુપાલાના સમર્થનમા અને ગરીબ, મહિલા, ખેડુત, યુવાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 10 વર્ષમાં કરેલ કાર્યોથી પ્રેરાઇ મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર ગામના કોગ્રેસી હોદેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા છે.