Thursday - Jul 16, 2026

વાંકાનેરની જામસર ચોકડી પાસે જીવલેણ અકસ્માતથી. ચક્કાજામ કરી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો

વાંકાનેરની જામસર ચોકડી પાસે જીવલેણ અકસ્માતથી. ચક્કાજામ કરી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો

મોરબી : વાંકાનેર તાલુકા ના જામસર ગામે રહેતા કુંવરજીભાઇ જિલાભાઈ રાતોજો ઉ.વ.31 પોતાના જાનાબેન ઉ.વ.30,  પુત્રી આશુબેન અને પુત્ર સુરેશને બાઇકમાં બેસાડી ગઈકાલે જામસર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હોય ત્યારે માટેલ. રોડ તરફથી જવાના રસ્તે પુરપાટ ઝડપે આવતા ઓવરલોડ ડમ્પર ચાલકે આ બાઇકને હડફેટે લઈ અકસ્માત કરીને નાસી છુટ્તા બાઇકમાં બેઠેલા ચારેયને ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્ર સુરેશ કુંવરજી રાતોજાનું ગંભીર રીતે ઇજા થવાથી મોત નીપજ્યું હતું. દરમિયાન જામસર ચોકડી પાસે ઓવરલોડ ડમ્પરોનો ભારે ત્રાસ હોય અને અવારનવાર માતેલા સાંઢની જેમ દોડી જીવલેણ અકસ્માત હોય અને વધુ એક અકસ્માતમાં માસુમ બાળકનું મોત થતા સ્થાનિક લોકો વિર્ફયા હતા અને ચક્કાજામ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.