Monday - Aug 24, 2026

મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલમાં યાંત્રિક ખામીથી ખેડૂતોને ભારે હેરાનગતિ

મોરબી જિલ્લામાં આઈ ખેડૂત પોર્ટલમાં યાંત્રિક ખામીથી ખેડૂતોને ભારે હેરાનગતિ

રાજ્ય સરકારની દરેક કામગીરી ઘણા સમયથી ઓનલાઈન થઈ જતા ખેડૂતો માટે સરકારની મહત્વપૂર્ણ યોજનોનો લાભ લેવા માટે આઈ ખેડુત પોર્ટલ આજે શરૂ થતાં જ મોરબી જિલ્લામાં ઓનલાઈનમાં ધાંધિયા થતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા હતા અને બપોરના 1 વાગ્યા સુધી વેબસાઇટ બંધ બતાવતી હોવાથી અરજી કરવામાં મોટો અવરોધ સર્જાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫, માટે આઈ ખેડૂત પોર્ટલ આજે તા. ૧૮ના રોજ સવારે ૧૦૩૦ કલાકે ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ હતુ પણ ટેકનીકલ કારણોસર ઓનલાઇન અરજી કરવામાં ખેડુતોને મુશ્કેલી પડી હતી.જેમાં સવારથી ખેડુતો પોતાનુ કામ મુકીને સરકારની યોજનાનો લાભ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી તેમજ ઓનલાઇન સેન્ટર ખાતે ખેડુતો બધા લાઇનમાં બેસી ગયા હતા.પણ ખેડુતોને બપોરના ૧:૦૦ વાગ્યા સુધી વેબસાઇટ બંધ બતાવતી હોવાથી અરજી કરવામાં ભારે મુશ્કેલ પડી હતી અને સરકારની યોજના વહેલા તે પહેલા હોવાથી ટાર્ગેટ પુરો થય જાય છે જો હવે અત્યારે પોર્ટલ ચાલુ થાય તો સાચા લાભાર્થી રહી જાય છે અને જાણકાર અરજી કરી નાખે છે. તેથી આઈ ખેડૂત પોર્ટલની નવી તારીખ આપવામા આવે જેથી કરીને સાચા અરજદાર સરકારની યોજનાનો લાભ લય શકે તેવું મોરબી જિલ્લાના કિશન સંઘના પ્રમુખ બાબુલાલ સીણોજિયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.