Sunday - Jun 21, 2026

જેતપરમાં ખેડૂતો દ્વારા "અદાણી"ની માનવતાનું 'બેસણું' યોજી અનોખું વિરોધ પ્રદર્શન

જેતપરમાં ખેડૂતો દ્વારા

મોરબી : મોરબીના જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે શનિવારે રાત્રે એક આક્રોશસભર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેતપર સ્થિત ખેડૂત ઉપવાસ છાવણી ખાતે રાત્રે અદાણીની માનવતાનું પ્રતીકાત્મક બેસણું અને રોકકડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

અદાણીની માનવતાનું અવસાન થયું હોવાના પ્રતીકાત્મક વિરોધ રૂપે આ બેસણું રાખવામાં આવ્યું હતું. આયોજકોની અપીલને માન આપીને કાર્યક્રમમાં હાજર રહેલા ખેડૂતો અને ગ્રામજનો તેને અનુરૂપ શોકના કપડાં પહેરીને આવ્યા હતા. ઉપવાસ છાવણી ખાતે એકઠા થયેલા લોકોએ ભારે રોષ અને આક્રોશ સાથે પોક મૂકીને અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઉપવાસ છાવણી-જેતપર ખાતેથી મળતી માહિતી મુજબ, આ આંદોલનને હવે વ્યાપક સમર્થન મળી રહ્યું છે. અનેક ગામોના ખેડૂતોએ આ બેસણાના કાર્યક્રમમાં અને ઉપવાસ છાવણીએ રૂબરૂ હાજરી આપી હતી.

જેતપરમાં ખેડૂતો દ્વારા
જેતપરમાં ખેડૂતો દ્વારા
જેતપરમાં ખેડૂતો દ્વારા