Sunday - Jun 21, 2026

મોરબી સહિત દેશભરના ડાક કર્મીઓનું પડતર પ્રશ્ને આંદોલન, 5 ઓગસ્ટે હડતાલ

મોરબી સહિત દેશભરના ડાક કર્મીઓનું પડતર પ્રશ્ને આંદોલન, 5 ઓગસ્ટે હડતાલ

પોસ્ટ વિભાગમાં વધી રહેલા કર્મચારી વિરોધી નિર્ણયો, ટાર્ગેટ આધારિત દબાણ તેમજ ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિઓ સામે ભારતીય ડાક કર્મચારી મહાસંઘ ગુજરાત સર્કલ દ્વારા લડતનું એલાન

મોરબી : ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશન (BPEF) અને ભારતીય ડાક કર્મચારી મહાસંઘ ગુજરાત સર્કલ દ્વારા પોસ્ટ વિભાગમાં વધી રહેલા કર્મચારી વિરોધી નિર્ણયો, ટાર્ગેટ આધારિત દબાણ તેમજ ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિઓ સામે મોરબી સહિત રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

કર્મચારી સંગઠનોનો આક્ષેપ છે કે હાલમાં વિવિધ યોજનાઓના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કર્મચારીઓ પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક સ્થળોએ કર્મચારીઓ પોતાના જ નાણાં ખર્ચીને ખાતાં ખોલાવવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ કર્મચારીઓના સ્વાભિમાન અને સેવા શરતો બંને માટે નુકસાનકારક હોવાથી આ લડત શરૂ કરવામાં આવી છે.

આંદોલનની રુપરેખા:

* 20 થી 27 જુલાઈ, 2026: તમામ કર્મચારીઓ કાળા બેજ ધારણ કરીને ફરજ બજાવશે.

* 28 જુલાઈ, 2026: બપોરના વિરામ દરમિયાન તમામ વિભાગીય કચેરીઓ સમક્ષ વિરોધ પ્રદર્શન યોજાશે.

* 5 ઓગસ્ટ, 2026: એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવશે.

* 18 ઓગસ્ટ, 2026થી: માગણીઓનો ઉકેલ નહીં આવે તો અનિશ્ચિતકાલીન હડતાળ શરૂ કરવામાં આવશે.