Monday - Jul 06, 2026

ટંકારાના સાવડી ગામે સતત વીજ ધાંધિયાથી ખેડૂતોને હેરાનગતિ

ટંકારાના સાવડી ગામે સતત વીજ ધાંધિયાથી ખેડૂતોને હેરાનગતિ

ટંકારાના સાવડી ગામે સતત વીજ ધાંધિયાથી ખેડૂતોને હેરાનગતિ ભોગવવી પડે છે. આથી ખેડૂતો રજુઆત કરવા વીજ કચેરીએ પહોંચી ગયા હતા.સાવડી ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર વીજ અધિકારીને રજુઆત કરી હતી કે, તેમના ગામે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે  ઘણીવાર દિવસમાં દસ વખત લાઈટ ગુલ થઈ જાય છે. તેથી ખેડૂતોને ભારે હાડમારી સહન કરવી પડે છે. આથી આ વીજ ફોલ્ટ સત્વરે દૂર કરવાની માંગ કરાઈ છે.